ઇરાનમાં ખામેનેઇના કટ્ટરવાદી પુત્રની સર્વોચ્ચ નેતા તરીકે પસંદગી
ઈરાને સોમવારે આયાતુલ્લાહ અલી ખામેનેઇના અનુગામી તરીકે તેમના પુત્ર મોજતબા ખામેનેઇને સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કર્યા હતાં. ઇરાન-ઇઝરાયેલના હુમલા પછી 28 ફેબ્રુઆરીએ
અલી ખામેનેઇનું મોત થયાના એક સપ્તાહ પછી ઇરાનને આ જાહેરાત કરી હતી. ઇરાનની આ હિલચાલથી અમેરિકા-ઇઝરાયેલ સાથેનું તેનું યુદ્ધ વધુ વકરવાની શક્યતા છે.